આખરે શિયાળાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, જેને કારણે હાડ થિજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઠંડીનો પારો 12 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ઠંડી પડવાની શરૂઆત થઇ ગઇ છે. શુક્રવારે નલિયામાં 4.9 ડીગ્રી સાથે વર્તમાન સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે આજે તેમાં થોડો સુધારો થયો છે અને 6 ડીગ્રી થયું છે. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે, ત્યારે કચ્છમાં કોલ્ડવેવ રહેશે. જ્યારે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી શકે છે અને લોકોને ફૂલગુલાબી ઠંડી લાગશે.આ ઉપરાંત 11 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 15 ડીગ્રીથી નીચે નોંધાશે.તો રાજસ્થાનના માઉન્ટઆબુમાં પણ પારો ગગડી રહ્યો છે. ગુજરાતથી ફરવા ગયેલા પ્રવાસીઓમાં શીતલહેરથી મોજમાં આવી ગયા છે. જોકે ઠંડીથી બચવા તાપણાં કરતાં નજરે ચડ્યા હતા.
લોકો ઠંડીમાં રીતસરના થરથર્યા
આજે રાજ્યભરમાં શીતલહેર પ્રસરી ગઈ હતી, જેને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી પ્રસરી ગઈ હતી, જેમાં આજે 24મી ડિસેમ્બરે અમદાવાદમાં 11.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત વડોદરામાં 14 ડીગ્રી, સુરતમાં 17.6 ડીગ્રી, રાજકોટમાં 11.6 ડીગ્રી, દ્વારકામાં 19.2 ડીગ્રી, ભુજમાં 13.4 ડીગ્રી, ડીસામાં 11 અને વેરાવળમાં 15.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં કાલે 14 ડીગ્રીથી નીચે તાપમાન રહ્યું
અમદાવાદમાં 13.8 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડીગ્રીનો વધારો નોંધાયો હતો. જ્યારે આજે દિવસ દરમિયાન 27 ડીગ્રી નીચે જઈ શકે છે. સરેરાશ મહત્તમ તાપમાન હતું. અમદાવાદમાં આગામી પાંચ દિવસ સરેરાશ લઘુતમ તાપમાન 14 ડીગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
અન્ય સમાચાર જોવા અહીં ક્લિક કરો