ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે..
- 797 રૂપિયાના રીચાર્જમાં એક વર્ષની વેલેડિટી
- દરરોજના 2 GB ડેટા સાથે ફ્રી કોલિંગ
- કઈ છે એ ટેલિકોમ કંપની, જાણો
આપણે દરેક લોકો મોબાઈલ વાપરીએ છીએ અને હાલ મોબાઈલ અને તેમાં ઈન્ટરનેટ વિના જીવવું શક્ય નથી. એવામાં ભારતમાં ફોનના બિલમાં ટૂંક સમયમાં વધારો આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi જલ્દી જ એમના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે. ટેલિકોમ કંપનીના આ ભાવ વધારાની સામે જ એક એક ટેલિકોમ કંપની છે જેના ઘણા પ્લાન સામાન્ય લોકોના બજેટમાં ફિટ થાય છે. આ ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.
જો તમે બીએસએનએલની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરો છો. આવી સ્થિતિમાં આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને BSNL ના એક શાનદાર રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. BSNLના આ રિચાર્જ પ્લાનમાં ઘણા મોટા ફાયદાઓ મળી રહ્યા છે જેવા કે આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે. હાલની પરિસ્થિતિમાં દેશમાં મોટી સંખ્યામાં લોકો Jio, Airtel અથવા Viની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરે છે અને આ ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન ઘણા મોંઘા છે એવામાં લોકો BSNLની ટેલિકોમ સેવાઓનો રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. અન્ય ટેલિકોમ કંપનીઓની તુલનામાં, BSNL તેના રિચાર્જ પ્લાનમાં ઘણી સસ્તી કિંમતો પર ઘણા શ્રેષ્ઠ લાભો ઓફર કરી રહી છે.
BSNLના આ રિચાર્જ પ્લાનની કિંમત 797 રૂપિયા છે. આ પ્લાનમાં તમને એક વર્ષની વેલિડિટી મળી રહી છે આ સાથે જ બીજા ઘણા ફાયદા મળી રહ્યા છે.
BSNLના આ પ્લાનમાં ઇન્ટરનેટ વપરાશ માટે દૈનિક ડેટા લિમિટનો લાભ પણ મળે છે. જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને દરરોજ 2GB ઇન્ટરનેટ ડેટા મળે છે જે 60 દિવસ સુધી ઉપલબ્ધ છે.
આ સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.