અંકલેશ્વર 4 સ્થળોએથી ૬ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઈલ સ્તડની ચોરી
કુલ ૧.૫૪ લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર
ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના અલગ અલગ ચાર સ્થળોએથી ૬ વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઈલ સ્તડ મળી કુલ ૧.૫૪ લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા
શિયાળો શરુ થતા જ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે લગાવેલ વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટના સામે આવી રહી છે.અંકલેશ્વરના ઉમરવાડ રોડ બ્રીજ પાસે જીતેન્દ્રકુમાર પી.ચૌહાણના ખેતરમાં વીજ કંપની દ્વારા ખેતીવાડી માટે વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યું છે જે વીજ ટ્રાન્સફોર્મરને વીજ ચોરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ તેમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોપર કોઈલની ચોરી કરી ફરાર થઇ જ્યારે આવી જ રીતે વ્રજ વિલા સોસાયટી પાછળ,કડકિયા કોલેજ પાસેથી ત્રણ અને પરસોત્તમ બાગની પાછળથી મળી કુલ ૬ સ્થળોએથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઇલ મળી કુલ ૧.૫૪ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડિઓ જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર