ભરૂચ જિલ્લા ભાજપના પાંચેય વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. વિજેતા ધારાસભ્યોએ સંગઠન, કાર્યકરો અને પ્રજાનો આભાર માની હવે પાંચ વર્ષ જનતાનાં કાર્યો અને જિલ્લાના વિકાસમાં વેગ આપવાનો મત મંચ પરથી વ્યક્ત કર્યો હતો. પાંચેય બેઠકો પેહલીવાર જીતી ઇતિહાસ સર્જવા સાથે હવે જવાબદારી અમારી છે તેમ કહી ભાજપ જિલ્લા પ્રમુખે પ્રજાની આશા અપેક્ષા પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
ભરૂચ જિલ્લામાં પાંચેય વિધાનસભાના ભાજપના વિજેતા ધારાસભ્યો અંકલેશ્વરના ઇશ્વરસિંહ પટેલ, વાગરાના અરૂણસિંહ રણા, ભરૂચના રમેશભાઈ મિસ્ત્રી, જબુસરના ડી.કે.સ્વામી અને ઝઘડિયાના રીતેશ વસાવાનો સન્માન કાર્યકમ સમારોહના અધ્યક્ષ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, કિરણસિંહ મકવાણા, પૂર્વ જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી સહિત તાલુકા પ્રમુખો, તાલુકા પંચાયત પ્રમુખો, આગેવાનો, અન્ય હોદેદારો, નગરસેવકો અને જિલ્લાભરમાંથી ઉપસ્થિત કાર્યકરોની ઉપસ્થિતમાં યોજાયો હતો.
સ્વાગત અને સન્માન બાદ પ્રારંભે પૂર્વ ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલે આજની છબી પણ ઐતિહાસિક અને અવિસ્મરણીય બની રહી હોવાનું કહી. જિલ્લા પ્રમુખનું સ્વપ્ન અને વિશ્વાસ સાકાર થયો હોવાનું કહી કાર્યકરો, આગેવાનો, જિલ્લા સંગઠન અને વિજેતા ધારાસભ્યો તમામને અભિનંદન પાઠવી જિલ્લાની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો.
જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ તેમનો આ વિજય મોદીજીનો, મતદારોનો, ભગવાન રામચંદ્ર અને ભગવા કપડાંનો ગણાવ્યો હતો. નીચે બેસેલો કાર્યકર સ્ટેજ ઉપર બેસી શકે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય હોવાનું કહ્યું હતું. વિધાનસભામાં આજે ભગવા એ એન્ટ્રી લઈ લીધી છે. ભરૂચ જિલ્લો ભાગશાળી કે ભગવાને ગાંધીનગર મોકલો છે. પાંચ વર્ષ સુધી છેવાડા સુધી વિકાસ પોહચાડવા તેમણે કટિબદ્ધતા બતાવી હતી.
ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું કે, દેશ આઝાદ થયો પછી એવી ક્ષણ આવી કે આપણી પાસે બધી જ બેઠકો છે અને જનતાનો હક કે બધું જ માંગે અને આપવું પણ પડે, ભરૂચ જિલ્લાની જનતાને જે જોઈએ તે આપણે સરકાર પાસે માંગવું પડશે. આપણે સંગઠિત થઈ માંગી શુ તો બધું મળશે. વિજય એ લોકસભા માટેની સેમિફાઇનલ છે. આ જીતમાં લોકસભાની જીતનો સંકલ્પ છે. પાંચ વર્ષમાં પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉતરવા કામ સમગ્ર જિલ્લા સંગઠન અને દરેક ધારાસભ્ય કામ કરશે.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ, વાગરાની ખમીરવંતી જનતાને કોટી કોટી વંદન કર્યા હતા. અડીખમ રહી ભરૂચ જિલ્લાનું કોઈપણ કામ કરવાનું તેમણે વચન આપ્યું હતું. સાથે જ કોઈએ અહંકાર કરવાની જરૂર નથી આપણે બધા મોદીજીના નામ પર જીત્યા છીએ. અમે ભાજપ થી ધારાસભ્ય છે ની વાત કહી હતી.
અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે આ જીત અમારી નહિ પણ તમામની ગણાવી હતી. મોદી સાહેબ ના હોત તો ચાઈના જેવી કોરોનામાં આપણી હાલત હોત કહી તમામ મતદારો, કાર્યકરો અને પ્રજાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ બાકી વિકાસકામો અને લોકોના પ્રશ્નોને વાચા આપવા કાર્યશીલ રહેવાની ખાતરી આપી હતી.
આઝાદી બાદ પેહલી વખત ભરૂચ જિલ્લાની પાંચેય બેઠકો ઉપર ઐતિહાસિક જીતનો શ્રેય જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જિલ્લાની જનતાને આપ્યો હતો. જીત બાદ હવે જવાબદારી આપણી, જનતાની તમામ અપેક્ષા આશાઓ પૂર્ણ કરવાની કહી સતત અવિરત પણે પાંચ વર્ષ સુધી ભાજપના દેવથી દુર્લભ કાર્યકરોના લીધે પાંચેય બેઠકની ભેટ મળી હોવાનું કહ્યું હતું. પથરીના દુખાવાના કારણે ઝઘડિયાના ધારાસભ્ય કાર્યકમમાં આવી શક્યા ન હતા. અંતે પાંચેય ધારાસભ્યો મોદીજીની જેમ કાર્યકરો અને પ્રજા વચ્ચે રહેશે અને જનતાએ મુકેલા ભાજપ ઉપરના વિશ્વાસને વિકાસ કાર્યોથી મૂર્તિમંત કરતા રેહશેનું કહી સમારોહ પૂર્ણ કરાયો હતો.