Satya Tv News

.ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આધેડે લગાવી કોઈક કારણસર મોતની છલાંગ.

ભરૂચ અશુભ પ્રસંગ પૂર્ણ કરી ઘરે જતા કર્યો પત્નીની સામે જ આપઘાત.

અંકલેશ્વર જીતાલીમાં રહેતા 41 વર્ષીય કાંતિપાલ રાઠોડે આપઘાત કરતા મચી ચકચાર.

બે સંતાનોના પિતાએ ઘર કંકાસથી કંટાળી મોતને વ્હાલું કર્યાનું અનુમાન

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ બ્રિજ બની ગયો છે અને

ગત વર્ષમાં પણ સંખ્યાબંધ લોકોએ મોતની છલાંગ લગાવી છે ત્યારે વર્ષ 2023 ના બીજા દિવસે જ પત્નીની નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી દેતા બ્રિજ ઉપર લોકોના મેળાવડા જામ્યા હતા ત્યારે બ્રિજની બંને તરફ પ્રોટેક્શન વોલરૂપી લોખંડની જાળી લગાવવામાં આવે તે જરૂરી છેબનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી ગામે રહેતા કે.પી સિંઘ પોતાની પત્ની સાથે ભરૂચમાં તેઓના સગા સંબંધીને ત્યાં દુઃખદ પ્રસંગમાં ઉત્તર ક્રિયામાં આવ્યા હતા અને ઉત્તર ક્રિયા નો પ્રસંગ પતાવી પર તેઓના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ભરૂચ થી અંકલેશ્વર તરફ જવા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોટર સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે જ કે.પી સીંઘએ પોતાની મોટર સાયકલ લઘુ શંકા કરવાના બહાને નર્મદા નદી નર્મદા મૈયા બ્રિજ ઉપર ઉભી રાખી હતી પત્નીએ કહ્યું નદીમે કોઈ લઘુ શંકા કર શકતા હે ક્યા..? પરંતુ પતિએ પત્નીના હાથમાંથી છૂટી ગોલ્ડન બ્રિજ તરફના છેડા ઉપર જઈ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી જેના પગલે પત્નીની નજર સામે જ પતિએ મોતની છલાંગ લગાવતા પત્નીએ પણ બૂમાબૂમ કાઢી મુકતા આજુબાજુના વાહન ચાલકો થી માંડી નજીકના કોવિડ સ્મશાન ઉપર રહેલા લોકો દોડી આવ્યા હતા.પત્નીની નજર સામે જ પતિએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હોવાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને થતા તેઓ સ્થળ ઉપર દોડી આવી ભરૂચ અંકલેશ્વર પંથકના પોલીસ વિભાગને જાણ કરી હતી. પોલીસ કાફ્લો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાની પૂછપરછ કરી બ્રિજ ઉપર રહેલા ટોળાને પોલીસે વેળવિખેર કરી કાર્યવાહી કરી હતી

error: