અંકલેશ્વરની ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા બાબતે ઝઘડો
ચાર ઈસમોએ સાળા બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ
GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ઓમ રેસિડેન્સીમાં કચરો નાખવા બાબતે ચાર ઈસમોએ સાળા-બનેવીને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત વર્ષા હોટલ પાસે આવેલ ઓમ રેસિડેન્સીમાં રહેતા શૈલેન્દ્રકુમાર કમલદેવ યાદવ ગત તારીખ-૨જી જાન્યુઆરીના રોજ રાતે પોતાના ઘરે હતા. તે દરમિયાન સોસાયટીમાં રહેતા મનોજકુમાર સુરજકુમાર યાદવ અને સુરજકુમાર યાદવ તેઓના ઘરે આવ્યા હતા. જેઓ શૈલેન્દ્રકુમાર યાદવને કહેવા લાગ્યા હતા કે તમારી પત્ની ઉપરથી કચરો નાખે છે. તેને સમજાવો નહિ તો તમને જોઈ લઈશું તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં આવેશમા આવી ગયેલા મનોજકુમાર સુરજકુમાર યાદવ અને સુરજકુમાર યાદવ તેમજ વિનય યાદવ તેમજ વિજય યાદવે મળી શૈલેન્દ્ર યાદવ અને તેના પત્ની તેમજ સાળા વિજય પાસવાનને લાકડાના સપાટા માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મારામારી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર