અંકલેશ્વર એ.આઇ એ એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજિત ત્રિ દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું સાંસદ મનસુખ વસાવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આ વર્ષે GIDCમાં આવેલ ડી. એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત-ગમત સંકુલ ખાતે તારીખ-૫મી જાન્યુઆરીથી ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજરોજ સાંસદ મનસુખ વસાવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી,પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ.પટેલ, એક્સપોના ચેરમેન પ્રવીણ તેરૈયા સહિતના આગેવાનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે જેમાં રાજયભરના ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો.
વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર