Satya Tv News

.અંકલેશ્વર GIDCમાં ચાઈનીઝ દોરી સાથે ઇસમ ઝડપાયો

.GIDC ના ગણેશ ભંડોરમાંથી ચાઈનીઝ દોરી સાથે ઈસમ ઝડપાયો

.GIDC પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી

.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સરદાર પાર્ક જવાના માર્ગ ઉપર ગણેશ પતંગ ભંડારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સરદાર પાર્ક જવાના માર્ગ ઉપર ગણેશ પતંગ ભંડારમાં એક ઈસમ પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસ એ સ્થળ પરથી ચાઈનીઝ દોરીનો જથ્થો મળી 500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પાનસો કવાટર્સ ખાતે રહેતો કલ્પેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

.વિડીયો જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: