Satya Tv News

અંકલેશ્વર N.H.48વાહનમાં હવા ચેક કરતા ઇસમને મારી વાહન ચાલકે ટક્કર.

ગંભીર ઇજાના પગલે ઇસમને ખસેડાયો સારવાર હેઠળ.બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ નર્મદા હોટલ ગેટ સામે હાઈવા ટ્રક ચાલકે હવા ચેક કરી રહેલ ટ્રક ચાલકને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતીમૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ ખાતે રહેતા ભાગુરામ કાલુરામ મેઘવાલ ટ્રક નંબર-જી.જે.27.ટી.ટી.8725 લઈ અમદાવાદથી બેસન ભરી બીલીમોરા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા હોટલ ગેટ સામે ટ્રક ચાલક પાછળના ટાયરોમાં હવા ચેક કરી રહ્યો હતો તે વેળા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ હાઈવા ટ્રકનંબર-જી.જે.18.એ.ઝેડ.2141ના ચાલકે ઉભેલ ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટાયર ચેક કરી રહેલ ટ્રક ચાલક દબાઈ જતા તેને ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: