અંકલેશ્વર GIDCમાં બની હિટ એન્ડ રનની ઘટના
ટેન્કરની ટક્કરે બાઈક સવાર દપંતીને અડફેટે લીધા
ટેન્કરનું ટાયર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે મોત
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અંકલેશ્વર GIDCમાં આવેલી ગ્લેનમાર્ક કંપની પાછળના રોડ પરથી પસાર થઈ રહેલા બાઈક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઇકની પાછળ બેઠેલી મહિલાને ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતુ. બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં એક પરિવારની રવિવારની સવાર માતમમાં ફેરવાઈ ગઈ હતી. સવારે એક બાઈક સવાર એક મહિલાને બેસાડીને અંકલેશ્વર GIDCમાં આવેલી ગ્લેનમાર્ક કંપનીના પાછળના ભાગે આવેલા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે બાઈક સવારને ટેન્કર ચાલકે અડફેટમાં લેતા બાઈક સવાર અને મહિલા રોડ પર પટકાયા હતાં. જેમાં મહિલા ટેન્કરની સાઈડમાં પટકાતા ટેન્કરનું પાછળનું ટાયર મહિલા ઉપર ફરી વળતા શરીરે ગંભીર ઇજાનોને કારણે સ્થળ પર જ મહિલાનું મોત નીપજ્યું હતુ. અકસ્માતના પગલે આસપાસના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતાં.
અકસ્માતની જાણ થતાં અંકલેશ્વર GIDC પોલીસ મથકે કરવામાં આવતાં પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર