અંકલેશ્વર GIDCમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું કરાયું આયોજન
1650 જેટલા દોડવીરોએ લીધો સ્પર્ધામાં ભાગ
મોટી સંખ્યામાં દોડવીરો અને પ્રોત્સાહિતો રહ્યા ઉપસ્થિત
આનંદપુરાજી યાદમાં કરાયું મેરેથોનનું આયોજન
અંકલેશ્વર GIDCમાં સૌ પ્રથમ વખત ડી.એ. આનંદપુરાજીની યાદમાં અંકલેશ્વર ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 1650 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો.
અંકલેશ્વર GIDCના ડી.એ. આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતેથી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેરેથોનનું આયોજન GIDC ક્ષેત્રમાં ઉદ્યોગિક ક્ષેત્રે અને સાંસ્કૃતિક તથા બાળકોમાં રહેલ અભિવ્યક્તિ બહાર લાવવા અનેક ખેલકૂદની રમતોનું આયોજન કરવા સૂચનો આપતા હોવાને લઇ કરવામાં આવ્યું હતું.
આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં દેશ વિદેશ સહીત વિવિધ સંસ્થામાંથી 1650 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં 21 કિલિમીટરની દોડમાં 300, 10કિલિમીટરની દોડમાં 1800, તથા 3 અને 5 કિલોમીટરની દોડમાં 1550 દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોન GIDCના રહેણાંક વિસ્તારના રૂટ પર યોજવામાં આવી હતી. જ્યા ઠેર ઠેર દોડવીરોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. દોડ બાદ તમામ દોડવીરોને મેડલ આપવામાં આવ્યાં હતાં. તો પ્રથમ દ્રિતીય અને ત્રીજા ક્રમે આવેલ દોડવીરોને ટ્રોફી અને ચેક મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.
યોજાયેલ મેરેથોનમાં અંકલેશ્વર હાંસોટ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત, ઉદ્યોગ અગ્રણી અને પ્રેણાદાયી અશોક પંજવાણી, ઉદ્યોગ મંડળના પ્રમુખ જશું ચૌધરી, પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, ડી. એન આનંદપુરા સોપર્ટ્સ કમિટીના ચેરમેન દિનેશ પટેલ, ક્રિષ્ના મહારાઉલજી, સહીત અનેક મહાનુભાવો આયોજકો અને દોડવીરો તથા વાલીજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર