ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બની હિટ એન્ડ રનની ઘટના
108 એમ્બ્યુલસ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાય
એક્ટિવા ચાલક યુવતીનું ઘટનાસ્થળે જ મોત
પોલીસે મૃતદેહ પી.એમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી
ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં ઇકો કાર ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતી ફંગોળાઈ હતી. જેને લઇ માથાના ભાગે ગંભીર ઇજા પોહચતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.
ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ભરૂચ અંકલશ્વરને જોડતો નવો બનેલ નર્મદા મૈયા બ્રિજ સુ સાઈડ પોઇન્ટ સાથે એક્સિડન્ટ ઝોન તરીકે પણ પંકાઇ રહ્યો છે. છેલ્લા ૧ વર્ષથી અકસ્માતોની હારમાળા આ બ્રિજ પર સર્જાઈ ચૂકી છે. આજરોજ સવારે અંકલેશ્વરથી ભરૂચ તરફ જઈ રહેલ એક્ટિવા ચાલક યુવતીને પાછળથી પુરપાટ ઝડપે આવેલ ઇકો કાર ચાલકે પાછળથી ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવતી ફંગોળાઈ હતી એને તેને માથાના ભાગે ગંભીર ઇજા પોહચતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજતા 108 એમ્બ્યુલસ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ