Satya Tv News

અંકલેશ્વરના પાનોલીનો બનાવ

પાનોલી નજીકથી ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપાયો

ગૌ રક્ષકોની બાતમીના આધારે ટેમ્પો ઝડપી પાડ્યો

પોલીસે 16 ગૌવંશ કરાવી આરોપીની શોધખોળ આરંભી

અંકલેશ્વરના પાનોલી નજીકથી ગૌરક્ષકોની બાતમીના આધારે પોલીસે 16 ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના પાનોલીના તળાવ નજીકથી આજરોજ ગૌરક્ષકોની બાતમીના આધારે પાનોલી પોલીસે ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. અગ્નિવીર ફાઉન્ડેશનના નેહા પટેલના જણાવ્યા પ્રમાણે તેમને બાતમી મળી હતી કે ગૌવંશ ભરેલ ટેમ્પો પાનોલી નજીકથી પસાર થનાર છે જે બાતમીના આધારે તેઓ પાનોલી નજીક વોચમાં હતા.પાનોલી નજીક ટેમ્પો દેખાતા કોસંબા અને પાનોલી પોલીસનો સંપર્ક કર્યો હતો જેમાં પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ૧૬ ગૌવંશ ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો.ગૌરક્ષકો અને પોલીસી દ્વારા પાનોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવા માટેની તજવીજ આરંભી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: