અંકલેશ્વરના સરફુદ્દીન ગામે નદીમાં મળ્યો મૃતદેહ
ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યો મૃતદેહ
ધર્મેશ સોલંકીએ ઘટના સ્થળે આવી પોલીસને કરી જાણ
તાલુકા પોલીસે પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરના સરફુદ્દીન ગામ પાસેથી પસાર થતા બુલેટ ટ્રેન બ્રિજ પાસે અજાણ્યા ઈસમનો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ પાસેથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસેથી નર્મદા નદીમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિકો દ્વારા સામાજિક આગેવાન ધર્મેશ સોલંકીને કરવામાં આવતા તેઓએ ત્યાં પહોંચી ચેક કરતા મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં જોવા મળી હતી. જેથી સામાજિક ધર્મેશ સોલંકી દ્વારા તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર