અંકલેશ્વર ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં અચાનક આગ
અચાનક આગ ફાટી નીકળતા દોડધામ
સીટી બસ ડેપો સામે આવેલ ઝુંપડાપટીમાં લાગી હતી આગ
અંકલેશ્વર શહેરમાં આવેલ જુના એસટી ડેપો સામેના ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરના જુના એસટી ડેપો સામે આવેલ એક કાચા મકાનમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે આજુબાજુમાં રહેતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.આ અંગે અંકલેશ્વર નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતા બે જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.આગની ઘટનામાં ઘરમાં રહેલ સામાનમાં કોઈ અગમ્ય કારણોસર આકસ્મિક આગ ફાટી નીકળી હોવાનુ જાણવા મળ્યુ હતુ.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પટેલ સત્યા ટીવી અંકલેઅશ્વર