Satya Tv News

અંકલેશ્વર GIDCમાં કામદાર લિફ્ટ સાથે પટકાતા ગંભીર

એલિમેન્ટ કેમિલિન્ક કંપનીમાં બની ઘટના

કામદારને ગંભીર અવસ્થામાં સારવાર અર્થે ખસેડાયો

અંકલેશ્વર GIDCમાં આવેલ એલિમેન્ટ કેમિલિન્ક કંપનીમાં લિફ્ટ તૂટી જતા કામદાર લિફ્ટ સાથે નીચે પટકાતા ગંભીર ઇજાના પગલે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર GIDCમાં આવેલ એલિમેન્ટ કેમિલિન્ક કંપનીમાં સૂર્યાબલીસીંગ સુરુદ્દીનસિંગ ગોંડ ઉંમર વર્ષ 33નાઓ કંપનીના રૂમમાં જ રહી કામ કરી ઘર ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ મોડી રાત્રીના કંપનીમાં ફિટરના કહેવાથી ચેન કપ્પા વડે લિફ્ટ ખેંચી રહ્યાં હતા. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડી હતી. જેથી સમાન સાથે સૂર્યાબલીસીંગ ગોંડ નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાને પગલે સૂર્યાબલીસીંગ ગોંડને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલતમાં નાજુક હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવ મામલે GIDC પોલીસે આકસ્મિક અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

error: