અંકલેશ્વરના સારંગપુરમાં હત્યાના આરોપી પર હુમલો
મૃતકની પત્ની અને તેના સાગરિતો પાઇપ લઇ તુટી પડયાં
સારંગપુરમાં બનેલી ઘટનાને લઇ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યાં
પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપાવાની કવાયત શરૂ કરી
અંકલેશ્વરના સારંગપુરમાં હત્યાના આરોપી પર મૃતકની પત્ની અને તેના સાગરિતોએ જીવલેણ હુમલો કરતાં તેને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
અંકલેશ્વરમાં 22મી જુલાઇ 2022ના રોજ મિથુન મંડલની હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં આરોપી મુકેશ મંડલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મુકેશ મંડલને જામીન મળ્યાં બાદ તે તેના વતન બિહાર જતો રહયો હતો પણ છેલ્લા ચાર દિવસથી સારંગપુર ખાતે પત્ની સાથે રહેવા આવ્યો હતો. આરોપી મુકેશ મંડલે 2017માં કિશોર નામના યુવાનની પણ હત્યા કરી હતી.
આમ મુકેશ સામે હત્યાના બે ગુના નોંધાયેલાં છે. ગત રોજ કવિતાદેવી મંડલ અને છોટુ મંડઇ અને સચિન મંડલ તમામ રહેવાસી મંગલદીપ સોસાયટીનાઓ મુકેશ મંડલના ઘરે આવ્યાં હતા. અને હત્યાની અદાવત રાખી મુકેશ પર પાઇપો સાથે તુટી પડયાં હતાં. ગંભીર રીતે ઘવાયેલાં મુકેશ મંડલને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો છે. પોલીસે 2017માં મૃત્યુ પામેલા કિશોર મંડલની પત્ની કવિતાદેવી તથા તેના બે સાગરિતો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે હત્યા કરનારા આરોપી પર હુમલાખોરો તુટી પડયાં હતાં અને પાઇપના સપાટા મારી તેને અધમુઓ કરી નાંખ્યો હતો. પરપ્રાંતિયોની મહત્તમ વસતી ધરાવતાં સારંગપુરમાં બનેલી ઘટનાને લઇ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યાં હતાં. હાલ તો પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી દીધી છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર