ભરૂચ નગરપાલિકા ની ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી
હરિહર કોમ્પલેક્ષ ની 280 દુકાનો સીલ કરાઇ
દુકાનદારો માં આક્રોશ..
ભરૃચ નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસ ની 280 દુકાનોને રાત્રે સીલ કરાતા વેપારીઓ માં આક્રોશ ફાટી નીકળ્યો છે.
ભરૃચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેમની ફાયર ની ટીમ સાથે ઝાડેશ્વર રોડ પર આવેલ હરિહર કોમ્પલેક્ષ પર ત્રાટકી હતી અને રિજિયોનલ ફાયર ઓફિસર સુરતના આદેશ ના પગલે ફાયર એન.ઓ.સી. ના મુદ્દે તમામ 280 દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.ફાયર વિભાગ દ્વારા અગાવ પણ નોટિસ આપ્યા છતાં દુકાન દારો એ ન ગણકારતા કાર્યવાહી કરવાંમાં આવી હોવાનું ફાયર ઓફિસર કહી રહ્યા હતા.બીજી બાજુ દુકાનદારો આ પ્રકાર ની કોઈ પણ નોટિસ વિનાજ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી સીઝન ના સમયે કયાયેલ આ કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કરી સમય માટે માંગણી કરી રહ્યા હતાં.ભરૃચ નગરપાલિકા ની ફાયર એન.ઓ.સી.ના મુદ્દે કરવામાં આવેલ કાર્યવાહી ના પગલે શહેર ના અન્ય કોમ્પલેક્ષ અને દુકાનદારો માં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સત્યા ટીવી ભરૂચ