Satya Tv News

હાંસોટ ધોળે દિવસે થઈ લૂટ
બંદૂકની અણી ગાડી લઇ લૂટારાઓ નાસી છુટયા
પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

હાંસોટ નજીક ધોળે દિવસે બંદૂકની અણીએ ગાડીવાળા ને રોકી રોકડા ત્રણ લાખ અને ગાડી લઇ લૂટારાઓ નાસી છુટયા હતા

હાંસોટ તાલુકા ના ઓભા પાંજરોલી ગામ વચ્ચે ત્રણ અજાણ્યા બાઈક સવારે મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગામ વિક્ટર ના પણ હાલ ઓલપાડ તાલુકાના મોર ગામે રહેતા અશોક મનસુખ બામણીયા પોતાની વેનટ્રો ગાડી નં GJ – 16 BB 2975 ને લઇ ગંધાર મુકામે જઈ રહ્યા હતા. ત્યારે તેમની ગાડી ને હાથ કરી ઉભી રાખેલ અને પોતાની સાથે ના બે માણસોને બેસાડી જવાનું કહ્યું હતું. જેથી તેઓને ગાડીમાં બેસાડેલ પણ થોડે દૂર જઈ પોતાને પેશાબ કરવો છે તેમ કહી ગાડી ઉભી રખાવી હતી. તે દરમિયાન તેણે કોઈક ને ફોન પણ કરેલ. અને ગાડી થોડેક જ દૂર ગઈ હતી અને ગાડીમાં બેસેલ બે માંથી એક જણે અશોક બામણીયા ના માથાના ભાગે પિસ્ત જેવા હથિયાર થી ઈજા પહોંચાડેલી હતી અને તેની પાસેથી મોબાઇલ પણ લઈ લીધેલો હતો. આ ઉપરાંત જુદીજુદી બેન્ક ના એટીએમ કાર્ડ અને ચેકબુક અને રોકડા 1500 રૂપિયા પણ લઈ લીધા હતા. અને ગાડી ના માલિક અશોક બામણીયા ને પાછલી સીટ પર બેસાડી દીધો હતો. અને તેનુ અપહરણ કરી કોસંબા થઈ કામરેજ થઈ વાવ ગામ નજીક લઈ જઈ ત્યાં રોડ ઉપર ગાડી ઉભી રાખી બીજા એક અજાણ્યા માણસ ને બેસાડીને થોડે દૂર જઈ એટીએમ કાર્ડ નો પાસવર્ડ જાણી એટીએમ પરથી રૂપિયા ઉપાડી કામરેજ થઈ વરાછા રોડ લસકાણા થઈ રંગોલી ચોકડી ફરીથી વાવ પહોંચ્યા હતા ત્યાં અશોક બામણીયા પાસે રૂપિયા 20000 ની માંગણી કરતા અશોકે ના પાડી કે હવે મારી પાસે કોઈ રૂપિયા નથી આથી ગાડી રંગોલી ચોકડીથી હાઈવે ઉપર રાજ હોટલ નજીક રાત્રીના આઠ વાગ્યે ગાડી માંથી ધક્કો મારી નીચે ઉતારી દઈ ગાડી ની ડીકી ખોલતા તેમાંથી રૂપિયા ત્રણ લાખ લઈ અને તેમાંથી ચેકબુક પણ ગાડી સાથે લઈ ગયેલ હતા આમ સાંજના ચાર વાગ્યા થી લઈને લૂટારાઓ એ આખુ ઓપરેશન પૂર્વ તૈયારી મૂજબ પાર પાડવામાં સફળ રહ્યા હતા. આ બાબતનો ગુનો હાંસોટ પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે

વિડીયો જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સત્યા ટીવી હાંસોટ

error: