Satya Tv News

મકરંદ દેસાઈ રોડ પર અનુસુ બંગલોમાં રહેતા મમતાબેન આશુતોષભાઈ રાવલ સયાજી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. તેમના પતિ એલ એન્ડ ટી નોલેજ સિટીમાં મેનેજર તરીકે નોકરી કરે છે મકરંદ દેસાઈ રોડ પર ખોડિયાર ડેરીથી આગળ આવેલ બેંકના એટીએમ સામેથી પસાર થતી હતી તે વખતે રોંગ સાઈડ પર એક બાઈક પર બે આરોપીઓ મારી તરફ આવ્યા હતા અને પાછળની સીટ પર બેઠેલા આરોપીએ મારા ગળામાંથી સોનાની સાડા ત્રણ તોલાની ચેન તોડી લીધી હતી ત્યારબાદ તેઓ બાઈક પર રાણેશ્વર તરફ ભાગી ગયા હતા. મેં ચોર ચોર ની બૂમો પાડી હતી પરંતુ આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. બાઈક ચાલકે પીળા કલરનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેર્યું હતું જ્યારે પાછળ બેસેલા આરોપીએ લાલ કલરનું શર્ટ અને બરમુડો પહેર્યો હતો. ચેન તોડવાના કારણે મારા ગળામાં ડાભી બાજુ બીજા થઈ હતી તેમજ મારું ટોપ સહેજ ફાટી ગયું હતું.

દરમિયાન ગોત્રી પોલીસે રાત્રે જ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરતા એક આરોપી પકડાઈ ગયો હતો અને તેની પાસેથી સોનાની ચેન પણ પોલીસ કવર કરી લીધી છે.

error: