Satya Tv News

અંકલેશ્વર પાંજરા પોરમાં ડી.જે.હાર્ટબીટ ટીમ દ્વારા ધુળેટી નિમિતે ઉજવણી
અંકલેશ્વરમાં હોલી હે.. ભાઈ.. હોલી હે’ ધમાકેદાર ઉજવણી
DJના તાલે મોજ મસ્તી સાથે લોકો ઝુમ્યા

અંકલેશ્વર રંગોત્સવનો ઉમંગભેર ધુળેટી ની ઉજવણી પાંજરા પોર ખાતે કરાય હતી.જેમાં યુવાનો યુવતીઓ નાના બાળકો એકબીજા પર રંગબેરંગી કલર લગાડી ધુળેટી પર્વ ની ડી.જે.હાર્ટબીટ ટીમ ના સંગીત સાથે મજા માણી હતી.

અંકલેશ્વર ના પાંજરા પોર ખાતે ધાર્મિક તહેવાર હોય એવું ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા જોવા મળી રહયા હતા.ધુળેટીના તહેવારનેલઇ યુવાન યુવતીઓ અને નાના નાના બાળકો એકબીજા સામે રંગબેરંગી કલર લગાડી તેમજ નાના બાળકો પિચકારીઓમાં કલર ભરી એકબીજા સામે ઉડાવી મોજ મસ્તી કરતા નજરે પડ્યા હતા. જ્યારે અંકલેશ્વરના પાંજરા પોર વિસ્તારમાં ડી .જે. હાર્ટબીટના સંગીતના તાલ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.

આ રંગોત્સહવ પર્વમાં નાના બાળકો માટે રંગો ,પિચકારી,અને નાસ્તા અને ઠંડા પીણાંની પણ સગવડ કરી હતી.જયારે બીજી બાજુ બાળકો માટે અને યુવાનો યુવતીઓ માટે સ્વેમિંગ પુલ પણ બનાવ્યા હતા.જેમાં સૌ કોઈએ ધુળેટી પર્વની ઉજવણીમાં હર્ષોઉલ્લાસથી ભાગ લીધો હતો. ડી.જે.હાર્ટબીટના સંગીતથી લોકોના મનને હર્ષોઉલ્લાસથી ભરી દીધા હતા .જેનો આનંદ બધાએ માણ્યો હતો.અને અંકલેશ્વર રહેવાસી અને ડી.જે.હાર્ટબીટના ટીમે ધુળેટી નિમિતે પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: