અંકલેશ્વરમાંથી ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
પોલીસે રૂપિયા 2.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ટેમ્પા રહેલો ભંગારનો સામન શંકાસ્પદ લાગ્યો હતો
SOG પોલીસે વધુ કાર્યવાહી માટે શહેર બી ડિવિઝનને સોંપ્યા
ભરૂચની SOG પોલીસે અંકલેશ્વરની રાધા ક્રિષ્ના હોટલ પાસેથી એક આઇસર ટેમ્પોમાં આધાર પુરાવા વગરનો લોખંડનો ભંગાર ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.82 હજારનું ભંગાર અને આઇસર ટેમ્પો રૂ.2 લાખ ગણીને કુલ રૂ.2.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસસોજીની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન રાધા કિષ્ના હોટલ અંકલેશ્વર પાસે એક શંકાસ્પદ આઈસર ટેમ્પો આવતા તેને રોકીને તલાસી લેતા તેના પાછળના ભાગે ભરેલા સામાનની ઝડતી તપાસ કરતા લોખંડના સળીયા તથા લોખંડની એન્ગલો તેમજ લોખંડનો ભંગાર ભરેલો હતો. આ અંગે પોલીસને આ સામાન શંકાસ્પદ લાગતા તેમણે આઈસર ટેમ્પામાં રહેલા ભંગારના ખરીદ બીલ કે આધાર પુરાવા તેમજ વાહનની આર.સી.બુક કે માલિકી અંગેના પુરાવા માંગ્યા હતાં.
આ સમયે અંદર રહેલા ચાલક રમણ છીતુભાઈ રાઠોડ હાલ રહે.સજોદ વાડીનાથ મંદિર પાસે અંકલેશ્વરનાએ સંતોષકારક જવાબ નહિ આપતાં પોલીસે અંદર રહેલા ભંગાર અને ટેમ્પો સાથે CRPC કલમ 102 મુજબ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે ટેમ્પો સાથે હાજર રહેલા ઇસમને સી.આર.પી.સી. કલમ 41 ( 1 ) ડી મુજબ અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવા અંકલેશ્વર શહેર બી ડીવીઝનમાં સોપવામાં આવ્યો છે. પોલીસે આઈસર ટેમ્પો નંબર કિ.રૂ. 2,00,000 મળી કુલ કિ.રૂ.2,82, 2004 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર