Satya Tv News

પોલીસે 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થયેલા વધુ છ આરોપીઓની શોધખોળ શરૂ કરી

આરોપીએ ફરિયાદીની જમીન વેચાઈ હોવાથી સારા પૈસા આવ્યાની બાતમીથી લૂંટ ચલાવી હતી

અમદાવાદમાં તાજેતરમાં કણભાના કુહા ગામે સાત લૂંટારૂઓએ શ્રી રામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 17.50 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ મોઢે બુકાની બાંધીને છરી તથા અન્ય હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં ઘૂસીને 15 લાખ રોકડા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની ફરિયાદ કણભા પોલીસ સ્ટેશનમાં થઈ હતી. જેની તપાસ હાથ ધરાતા ભાભોર ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. 

બે આરોપીઓ એક લાખ રૂપિયાની મત્તા સાથે ઝડપાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે કણભામાં થયેલી લૂંટના કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં ભાભોર ગેંગના બે આરોપીઓ એક લાખ રૂપિયાની મત્તા સાથે ઝડપાયા હતાં. જયારે વધુ છ આરોપીઓ ફરાર હોવાથી તેમને પકડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. 

ફરાર થયેલા છ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન
પોલીસની પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, તે અગાઉ શ્રી રામ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા તેની નજીકના વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો. આ સમયે તેને જાણવા મળ્યું હતું કે, એસ્ટેટની પાછળ છાપરામાં રહેતા એક પરિવારની જમીન વેચાઈ છે અને સારા એવા પૈસા આવ્યાં છે. જેથી આરોપીએ અન્ય લોકોને બોલાવીને આ ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસે ફરાર થયેલા છ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે. 

error: