Satya Tv News

https://fb.watch/jg2nNRWopT/

અંકલેશ્વર ધંધાકીય હરીફાઈનો ખાર રાખી ગાલ પર સટાસટી બોલાવી

36 સેકેન્ડમાં ઉપરાછાપરી નવ લાફા ઝીંકી દીધા

યુવક દુકાનમાં ઘૂસ્યો ને પહેલા હરીફનો ફોન ફેંક્યો

ધંધાકીય હરીફાઈનો ખાર રાખી ગાલ પર સટાસટી બોલાવી

આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી

મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

અંકલેશ્વરમાં ચૌટાનાકા વિસ્તારમાં સ્ટેટ બેંકની સામેની સાઈડમાં આવેલી સોડાની દુકાન ચલાવતા શખસ ઉપર તેના અન્ય હરીફ ધંધાદારી ઇસમે તેની દુકાનમાં ઘૂસી આવીને માર મારી દુકાનમાં નુકસાની કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની સમગ્ર ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે દુકાનદારે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંકની સામે ઝુબેર અબ્દુલ મજીદ પોતાની સોડાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ સોમવારના રોજ સાંજના 6 વાગ્યાના સમયમાં પોતાની દુકાનમાં બેઠેલા હતા. તે સમયે તેમના બાજુના શોપિંગ સેન્ટરમાં ધંધાકીય હરીફ મુદ્દસર શેખ સાગર સોડા નામની દુકાન ચલાવે છે. જોકે ધંધાકીય હરીફાઈના કારણે મુદ્દસર શેખે ઝુબેર મજીદને કોલ કરીને તમે ભાઇ બધી જ બાબતના ધંધામાં હરીફાઈ ના કરો નહીં તો હું પણ કરીશ તો તમને ભારે પડશે કહીને અભદ્ર અપશબ્દો બોલીને ધમકી આપી હતી. જેથી ઝુબેર મજીદે ફોન કાપી નાખ્યો હતો.

આ વાતથી ઉશ્કેરાયેલા મુદ્દસર શેખ થોડીવારમાં ઝુબેર મજીદની દુકાનમાં ઘૂસી આવીને દુકાનમાં બેઠેલા ઝુબેર સાથે ઝઘડો કરીને તેને તમાચા મારવા લાગ્યો હતો. આ સમયે ત્યાં દુકાનમાં હાજર અન્ય લોકો તેને છોડાવવા પડતા તેમને પણ તેણે મારવાની ધમકી આપીને સાઇડ પર હટી જાવાનું કહીને ઝુબેરને માર માર્યો હતો. એટલું જ નહિ દુકાનમાં રહેલી સોડાની બોટલો અને કાચના ગ્લાસો પણ તોડી નુકસાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને રવાના થઈ ગયો હતો. જોકે મુદ્દસર શેખની સમગ્ર મારામારીની ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે ઝુબેર મજીદે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: