Satya Tv News

આજકાલ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવવાના ઘણા બનાવો બને છે. જેમાં લોકો આગળ પાછળ વિચાર્યા વગર સિધો ફેંસલો કરી લેતા હોય છે. અમુક કિસ્સા તો એવા પણ હોય છે કે જેમાં માતા પિતાએ આખી જિંદગી સંતાનો માટે મહેનત કરી હોય અને તેમના દીકરા-દીકરી કંઈક એવું કરી બેસે જેનાથી માં-બાપ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વિચારતા હોય કે મારા ઉછેરમાં શું ખોટ રહી ગઈ?. એવો જ એક બનાવ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં બનવા પામ્યો છે. જ્યાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે આજથી ત્રણ દિવસ પહેલા લગ્ન કરેલી પરિણીતાએ પોતાના સાસરીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલ મોરવા હડફ પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથધરી છે.

દીકરીના સમાચાર પિયર વાળાઓને થતા જ એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હજી તો બેજ દિવસ પહેલા ધામધુમથી દીકરીને પરણાવી સાસરે મોકલી હતી. જ્યારે આણું તેડવા જવાનું થયું તો એવા સમાચાર આવ્યા કે માતા પિતા તો સાવ ભાંગીજ પડ્યા. તો

ગોધરા તાલુકાના મોરડુંગરામાં નવી વસાહત ડેઝર ફળિયામાં રહેતા અરવિંદભાઈ નાનજીભાઈ જાલૈયાને ત્યાં પોતાની દીકરી ઉર્વશીના લગ્ન મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા સતિષભાઈ લક્ષ્મણભાઈ ભાભોર સાથે નક્કી કર્યા હતા. જેથી પોતાની દીકરીના લગ્ન 13/03/2023ના રોજ હોવાના કારણે પોતાના પિતા અરવિંદભાઈ પોતાના ઘરે માંડવો બંધાવી શણગારી અને પોતાની દીકરીના લગ્નની તૈયારીઓ કરતા હતા.

એક બાજુ પરિવારના સભ્યો દીકરી ઉર્વશીને પીઠી ચોળીને લગ્નની મજા માણી રહ્યા હતા. ત્યાં બીજીબીજુ દીકરી ઉર્વશીના 13મી માર્ચે લગ્ન હોવાથી પરિવારના દરેક સભ્યો ઢોલ નગારા અને ડીજેના સથવારે આનંદ અને ઉમંગથી લગ્નની મજા માણી નાચી કૂદી રહ્યા હતા. ત્યારબાદ દીકરી ઉર્વશીએ 13મી માર્ચે લગ્નના સાત ફેરા ફર્યા અને ત્યારબાદ પોતાની વ્હાલ સોયી દીકરી ઉર્વશીને પોતાના માતા પિતા દ્વારા સાસરીયે વળાવવામાં આવી.

જ્યારે દીકરી ઉર્વશીને ફરીથી પોતાના પિયરમાં પાછું આણું વાળીને લાવવાની તૈયારીઓ પિયર પક્ષના લોકો કરી રહ્યા હતા અને એજ દિવસે દીકરી ઉર્વશીના સાસરીમાંથી ફોન આવ્યો, ‘તમારી દીકરી ગળે ફાંસો ખાઈ લીધો છે’. જેથી પરિવારના સભ્યો સહિત માતા પિતા ઉપર દીકરી ગુમાવવાથી આભ તુટી પડ્યું હતું.

પિતા અરવિંદભાઈ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે. જેમાં સૌથી મોટી દીકરી ઉર્વશી છે. જેના 13મી માર્ચના રોજ લગ્ન થયા હતા. જેમાં અમે અમારા પરિવારના લોકો આનંદ અને ઉમંગ સાથે દીકરીના લગ્નના સાત ફેરા ફરાવી, ત્યારબાદ પોતાના સાસરીમાં વળાવી હતી. જ્યારે અમે 15મી તારીખે પોતાની દીકરીનું પાછું આણું લેવા ગયા ત્યાં આણાની જગ્યાએ પોતાની દીકરીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેથી પરિવારના સભ્યો ઉપર મોતનું માતમ છવાઈ ગયું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, મારી દીકરી ઉર્વશીના લગ્નના બીજા દિવસે તેના MAની પરીક્ષાનું પેપર હતું. જેથી દીકરી અને જમાઈ બંને મારા ઘરે આવ્યા. હસી ખુશી સાથે પરીક્ષાનું પેપર આપી ગયા અને એજ રાત્રે અમારી જોડે દીકરી ઉર્વશીએ ફોન ઉપર વાતચીત પણ કરી હતી. ત્યારબાદ સવારમાં ફોન આવ્યો કે, ‘તમારી દીકરી ગળે ફાંસો ખાઈને લટકી ગઈ છે’.

error: