અમે, યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી, ગુણવત્તાયુક્ત શિક્ષણમાં વિશ્વાસ કરે છે જેના ભાગર રૂપે ઉદ્યોગની મુલાકાતો, નિષ્ણાતોનું વિદ્યાર્થીઓનું સાથે વાર્તાલાપ, પીએલઆઈ દ્વારા વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધારવો જેવી ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
પીએલઆઈ (પીઅર લર્નિંગ) એ એક શૈક્ષણિક પદ્ધતિ છે જે વિદ્યાર્થીઓ એકબીજાને શીખવીને તેમના જ્ઞાનને મજબૂત બનાવવામાં મદદ કરે છે તેમજ તેઓનો આત્મવિશ્વાસ વધારે છે. યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જેમણે તેમના સાથીદારોને વ્યાખ્યાન આપ્યું હતું. પીઅર લર્નિંગ ઇનિશિયેટિવ (PLI) સત્રો આપનારા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં માનનીય નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી અરવિંદ અગ્રવાલ, સંસ્થાના પ્રમુખશ્રી સાન્દ્રા શ્રોફ અને ઉપપ્રમુખ અશોક પંજવાણી, પ્રોવોસ્ટ, ડીન, વિભાગીએ વડાશ્રી, અધ્યાપકગણ અને કર્મચારી ગણ વગેરેઓ હજાર રહ્યા હતા.
મુખ્ય અતિથિ અરવિંદ અગ્રવાલે ઉદ્યોગલક્ષી અભ્યાસક્રમની પ્રશંસા કરી હતી જે વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રમાં વધુ સારી રીતે અનુકૂલન કરવા અને શ્રેષ્ઠ બનવા માટે સજ્જ કરે છે. તેમણે યુનિવર્સિટી કેમ્પસમાં સસ્ટેનેબલ અને પર્યાવરણની સુરક્ષા માટે સંસ્થા દ્વારા થઈ રહેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી.