Satya Tv News

રાજપીપલાના નાલ ગામે ૬ વર્ષની બાળકી પર શારીરિક અડપલા કરતો આરોપી

જાતીય દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદની સજા

રૂ.૨૫૦૦૦ના દંડની સજાનો હુકમ સેસન્સ કોર્ટનો ચુકાદો

રાજપીપલાના નાલ ગામે ૦૬ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરી જાતીય દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૨૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ નર્મદા એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો

આરોપી અક્ષય ગીજા વસાવા, ઉ.આ.વ.૨૪ ૨હે.નાલ તા.સાગબારા જી.નર્મદા,ને ઈ.પી.કો. કલમ ૩૪૨, ૩૬૩, ૩૭૬ તથા પોકસો અધિનિયમ કલમ ૪, ૬, ૮ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે.ગોહિલ ની ધારદાર દલીલો નામ.અદાલતે ગ્રાહ્ય રાખી એડી.સેસન્સ જજ એન.એસ.સીદીકીએ આરોપીને ઈ.પી.કો. કલમ ૩૪૨, ૩૬૩, ૩૭૬ તથા પોકસો અધિનિયમ કલમ ૪, ૬, ૮ ગુના સબબ તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૨૫૦૦૦ નો દંડની સજાનો હુકમ ફરમાવેલ છે.

છોકરી લઈને મારા પિતાજીના પાટલામઠુ ગામની સીમમાં આવેલ ખેતરે નિંદામણ કરવા ગયેલી અને ત્યા મારી માં અને પિતાજી નાઓ આવી જતા અમોએ ત્યાં કપાસવાળા ખેતરમાં નિંદામણકરેલ. અને આખો દિવસ ખેતી કામ કરી સાંજના આશરે ચારેક વાગ્યે હું મારા ઘરે જવા નિકળેલી અને સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસમાં હું મારા ઘરે પહોંચેલી આ વખતે મારા બન્ને છોકરાઓ રોકી અને ભોગબનનાર અમારા ઘર જ હતા. આ વખતે મારી છોકરી ભોગબનનાર મને જોઈ રડવા જેવી થઈ ગયેલી અને . તે મુજબની ફરીયાદ આપેલી.કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી ગુના સબબ તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને રૂ.૨૫૦૦૦/– નો દંડની સજાનો હુકમ આજરોજ ફ૨માવેલ છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: