અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન પામ ખાતે કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના નામે ઠગ ૧૭થી વધુ લોકોને લોન આપવાના બહાને છેતરી પલાયન થતા પોલીસને રજૂઆત કરાઈ
અંકલેશ્વરમાં પેપરોમાં લોભામણી જાહેરાતો થકી છેતરપીંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર આવેલ ગોલ્ડન પામ પ્લાઝાના બીજા માળે કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના સંચાલક અંકિત પટેલ દ્વારા ૭૦ જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સામે ઠગાઈ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.અંકિત પટેલે લોકોને ૪ ટકા વ્યાજે લોન આપવાની લોભામણી જાહેરાત કરી ગ્રાહક દીઠ ૪.૫૦૦ની પ્રોસીસિંગ ફાઈલ ચાર્જ વસુલી લોન નહિ આપી પલાયન થઇ જતા પાંચથી વધુ લોકોએ તેની ઓફિસે જઈને તપાસ કરતા તે ઓફિસને તાળું મારી ફરાર થઇ ગયો હોવાનું જણાવતા મળતા આજરોજ છેતરપીંડીના ભોગ બનનાર લોકોએ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે અરજીરૂપી ફરિયાદ નોંધાવી આવા લેભાગુ ઇસમની અટકાયત કરવામાં માંગ કરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર