પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનની હત્યા કરી હોવાનું સેવાઈ રહી છે આશંકા
તીક્ષણ હથિયાર કે બોથડ પ્રદાર્થ વડે માથાના ભાગે ઇજા પહુંચાડી મોતને ઘાટ ઉતાર્યો
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરમાં હવા મહેલ સોસાયટી પાસે જુના રોડની બાજુમાં અવાવરું જગ્યા પરથી યુવાનના મળેલ મૃતદેહના મામલામાં અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગત રોજ સવારના અરસામાં અંકલેશ્વરમાં હવા મહેલ સોસાયટી પાસે જુના રોડની બાજુમાં અવાવરું જગ્યા પર ઈજાગ્રસ્ત યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટનાની જાણ થતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ સહિત બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને અંકલેશ્વરના હવા મહેલ વિસ્તારમાં આવેલ બિસ્મિલ્લા મંજિલ ખાતે રહેતા મોહમંદ ઈસ્માઈલ હાજી ગુલામ હુશેન પઠાણની ફરિયાદના આધારે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મૃતક યુવાન મહારાષ્ટ્રના અક્કલકુવાના નવા નગર મૂઠા ગામમાં રહેતા ૩૦ વર્ષીય જેન્તીલાલ રમણ તડવી હોવાનું બહાર આવ્યું છે.અને તેનું ૨૩મી માર્ચની રાતે ૮:૩૦થી ૨૪મી માર્ચના રોજ સવારે ૧૦ કલાક દરમિયાન કોઈક અજાણ્યા ઇસમેં તીક્ષણ હથિયાર કે બોથડ પ્રદાર્થ વડે માથાના ભાગે અને કપાળ ઉપર ઈજાઓ કરી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર