નવસારી બીલીમોરા આયુર્વેદ શાખા દ્વારા ભવ્ય આયુષ મેળો યોજાયો
આયુષ મેળામાં આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યની શરૂઆત કરાઈ
આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન કરાશે
મેળામાં ઔષધીય વનસ્પતિનું પ્રદશન કરાયું
નવસારી બીલીમોરા આયુર્વેદ શાખા દ્વારા આયોજીત અને પાંચાલ સેવા સમાજ બીલીમોરા,આર.એમ.ડી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ વાઘલધરા વલસાડ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી અને બીલીમોરાના સહયોગથી પાંચાલ સમાજની વાડ ગૌહરબાગ,બીલીમોરા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયુષ મેળામાં આમંત્રણને માન આપી આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામં આવી. પ્રાથમિક શાળા ધકવાડાની બાલિકાઓ દ્વારા સુંદર પ્રાર્થના કરવામાં આવી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી,આયુષ મેળા અને આયુષ શાખા ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું.
ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલ ની મુલાકાત લેવામાં આવી.આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ ,અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ, જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદના હર્બલ ટી નું વિતરણ,તેમજ ચૈત્ર ઋતુ દરમ્યાન થતા કફના પ્રકોપ નો નાશ કરવા પારિભદ્ર પેયનું વિતરણ કરવામા આવ્યું.તમામ દર્દીઓને આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું. આંગણવાડી વિભાગ ગણદેવી દ્વારા વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ મા રજિસ્ટ્રેશન કરાવનાર અર્શ, મસા, ભગંદર ના દર્દીઓની જરુરી તપાસ કરી વાઘલધરા આયુર્વેદ હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા ઓપરેશનની જરૂરીયાત હોય તેવા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામા આવશે.આયુષ મેળામા આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા ખૂબ જ સુંદર યોગ પ્રદર્શન કરવામા આવ્યુ. આ મેળામાં તેમજ ઔષધીય વનસ્પતિ નું પ્રદશન કરવામાં આવ્યું. આ આયુષ મેળાનો જાહેર જનતા એ બહોળા પ્રમાણમાં લાભ લીધો .
વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી