નવસારી મરોલી વિસ્તારમાં પ્રથમવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
જનતા સોસાયટી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મહેમાનોએ હાજરી આપી ટુર્નામેન્ટની રીબીન કાપી કારવ્યું શુભારંભ
નવસારી મરોલી વિસ્તારમાં પ્રથમવાર જનતા સોસાયટીના ક્રિકેટ મેદાન પર જનતા વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જલાલપોરના મહુવર ગામ આવેલ જનતા સોસાયટી દ્વારા આજ ની નારી ને પોતાની પ્રતિભા ક્રિકેટ જગત માં બતાવવા માં આવે તે માટે જનતા સોસાયટી ના સંજય દ્વારા જનતા સોસાયટી ના ક્રિકેટ મેદાન પર જનતા વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન રાહુલ મનુ પટેલ,પ્રફુલ પરમાર, મનીષ પટેલ તથા મહુવર સભ્ય મીના રાઠોડ, મનીષા પટેલ હાજર રહી ટુર્નામેન્ટ ની રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં જનતા સોસાયટી તથા મહુવર વિસ્તારના મહિલા ભાગ લઈ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂઆત કરી હતી જેમાં ચાર ટીમો બનાવી ક્રિકેટ રમાડવામાં આવ્યું હતું.આગામી દિવસોમાં મરોલી અને મરોલી કાંઠા વિસ્તારની તમામ મહિલા જેમને ક્રિકેટ રમત માં રમવું હોઈ તે માટે પણ ટૂંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન સૈયદ સાથે સત્યા ટીવી નવસારી