Satya Tv News

વાગરા ભરૂચનાં કેસરોલ ખાતે પશુ વિકાસ કેન્દ્રનો શુભારંભ

હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દહેજ દ્વારા પશુ વિકાસ કેન્દ્રનો શુભારંભ

પશુપાલન નિયામકનાં હસ્તે વિકાસ કેન્દ્રનો શુભારંભ

ગામનાં યુવકો અને બીઆઇએસએલડી ટીમે ભારે જહેમત ઉઠાવી

YouTube player

ભરૂચ તાલુકાનાં કેસરોલ ખાતે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ બિરલા કોપર દહેજ નાં સામાજીક ઉત્તરદાયિત્વ અંતર્ગત બી આઇ એસ એલ ડી અમલીકૃત પશુ વિકાસ કેન્દ્ર નુ કેસરોલ ખાતે તા.૨૩.૩.૨૦૨૩ ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચ તાલુકાનાં પશુ વિકાસ કેન્દ્ર દ્વારા આસપાસનાં ૧૨ જેટલા ગામોમાં પશુ વિકાસને લગતી પ્રવૃતિઓ જેવીકે પારંપરિક અને સેક્સ સોર્ટેડ સિમેન દ્વારા પશુપાલકના ધરબેઠા કૃત્રિમ બીજદાન, પશુપાલન તાલીમ, કૃમિનાશક સારવાર, સુધારેલ ઘાસચારા નિદર્શન, કાફીઅરીંગ, વેક્સીનેશન, ઇનર્ટીલીટી અને જનરલ હેલ્થકેમ્પ, સાયલેજ નિદર્શન, અને વર્મીકંમ્પોસ્ટ જેવી કામગીરી કરવામાં આવનાર છે. આ વિવિધલક્ષી પશુ વિકાસ કેન્દ્રનું ઉદ્ઘાટન પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભરૂચનાં મદદનીશ પશુપાલન નિયામકશ્રી નાં હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગેહિાલ્ડો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટઃ બિરલા કોપર દહેજ ના સીએસઆર હેડ મૌલિક પરમાર,બીઆઇએસએલડીનાં રીજનલ ડાયરેક્ટર વી.બી.દયાસા, એડીશનલ ચીફ પ્રોગ્રામ એકઝીક્યુટીવ અભિષેક પાંડે, ડેપ્યુટી ચીફ પ્રોગ્રામ એકઝીક્યુટીવ ડી.કે.પટેલ, પરઠમસિંહ અને સીએસઆર ટીમ, કેસરોલ ગામનાં ડેપ્યુટી સરપંચ , લીમડી ગામનાં સરપંચ , બીઆઇએસએલડી ટીમ અને આસપાસનાં ગામનાં પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ પશુપાલકોને કેન્દ્ર દ્વારા કરવામાં આવનાર વિવિધ કામગીરીનો વધુમાં વધુ લાભ લેવા અને સહકાર આપવા જણાવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રનાં અધિકારી જે.સી.પટેલ, ગામનાં યુવકો અને બીઆઇએસએલડી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી વાગરા

error: