ભરૂચમાં કમોસમી વરસાદના કારણે થયેલ ખેડૂતોનું વળતર બાબતે પાઠવ્યુ આવેદનપત્ર
ખેત પેદાશોને વાવાઝોડાના કારણે નુકસાન વેઠવાનો આવ્યો વારો
ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતપેદાશો અને બાગાયતની ખેતીમાં રાહત વળતર આપવા બાબતે ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભીખુ પટેલના અધ્યક્ષતામાં ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયુ હતું.
ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં સમી વરસાદ સાથે વાવાઝોડા ના કારણે ઉભા પાર્ક જેમ કે ઘઉં બાજરી જુવાર દિવેલીયા કપાસ વગેરે ખેત પેદાશોને વ્યાપક નું નુકસાન થયેલ છે બાગાયતી ખેતી કેરી ચીકુ જેવી ખેત પેદાશોને પણ વાવાઝોડાની અને કમોસમી વરસાદના કારણે પારાવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ભરૂચ ભારતીય કિસાન સંઘ દ્વારા ભરૂચ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવી ને જણાવ્યું હતું કે કમોસમી આવેલા વરસાદના કારણે અને વાવાઝોડાના કારણે થયેલા ખેડૂતોને નુકસાનનું વળતર તાત્કાલિક ધોરણે આપવામાં આવે જેથી જગતોતાત નુકસાનની માંથી ઉભરી શકે છે .
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ