Satya Tv News

જંબુસર રેફરલ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના એસીના કોપરની પાઈપોની ચોરી

ચોર લોકોએ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગને બનાવ્યું નિશાન

રેફરલ હોસ્પિટલ અધિક્ષકને લેખિતમાં જાણ કરી હોવાનું કરી જાણ

જંબુસર નગરમાં ચોરીની ઘટનાઓ બનતી હોય છે.અને હમણાં ચોર લોકોએ હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગને પણ નિશાન બનાવ્યા ની ઘટના સામે આવી છે.

YouTube player

જંબુસર તાલુકાના ગરીબ જનતા માટે આશીર્વાદ સમાન રેફરલ હોસ્પિટલ જ્યાં દર્દીઓ સાથે મોટી સંખ્યામાં આવતા હોય છે. થોડા સમય પહેલા ડાયાલિસિસ સેન્ટર નો પ્રારંભ કરાયો હતો. તે બિલ્ડિંગમાં ડાયાલીસીસ માટે આવતા દર્દીઓની સુવિધા અર્થે એસી લગાવવામાં આવ્યા છે. તે એસીની કોપર પાઇપ કોઈ ચોર ઇસમો બે દિવસ પહેલા ચોરી કરી ગયા હોવાનું ડાયાલિસિસ ઇન્ચાર્જ દ્વારા જણાવ્યું હતું. એસી ચકાસણી માટે આવતા આ ચોરી થયેલાનો માલુમ પડ્યું હતું. સદર બનાવ અંગે રેફરલ હોસ્પિટલ અધિક્ષક ને લેખિતમાં જાણ કરી હોવાનું પણ જણાવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: