જિલ્લા કલેકટરના ડ્રીમ પ્રોજેક્ટ માય લીવેબલ ભરૂચની સરે આમ હાંસી ઉડાવતા પાલિકાના કોન્ટ્રાકટર
હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુના રોડ પર કાદવ કીચડના ઢગલા દીધા ખડકી
પાલિકા સભ્ય અને એન્જિનિયર વચ્ચે જાહેરમાં જ જામી પડી
કોન્ટ્રાકટરને નોટિસ આપવા સૂચના
જિલ્લા કલેકટર ના ડ્રીમ પ્રોજેક્ટ માય લીવેબલ ભરૂચની સરે આમ હાંસી ઉડાવતા પાલિકા ના કોન્ટ્રાકટર દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુના સિટી સર્વે કચેરી જતાં રોડ પર કાદવ કીચડ ના ઢગલા કરી દેતા પાલિકા સભ્ય અને પાલિકા એન્જિનિયર વચ્ચે જાહેર માં જ જામી પડી હતી.જે બાદ પાલિકા સભ્યએ કોન્ટ્રાકટર ને નોટિસ આપવા સૂચના આપી હતી.
ભરુચ નગરપાલિકા દ્વારા છેલ્લા બે માસ થી વાહન વ્યવહાર અને ધંધા રોજગારથી ધમધમતા સેવાશ્રમ રોડ પર ભરાતા વરસાદી પાણી ના નિકાલ માટેની પાઇપ લાઈન તેમજ રોડ બનાવવા ની કામગીરી નો પ્રારંભ કર્યો છે.પણ કોન્ટેક્ટર ની કામ કરવાની ગોકળ ગાયની ગતિ અને અણઘડ આયોજન ના કારણે રૂ.નવ કરોડ થી વધુના ખર્ચે બનનાર આ રોડ ની કામગીરી ના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૃચ ની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. આ ઓછું હોય તેમ સેલટેક્સ ઓફિસ પાસે ની ગટર તેમજ ખોદકામ ની માટી અને કાદવ કીચડ કોન્ટ્રાકટરે હોસ્ટેલ ગ્રાઉન્ડ ની બાજુમાંથી પસાર થતા સિટી સર્વે કચેરી ને જોડતા રોડ પર જ ઢગલા કરી દેતા ભારે હોબાળો મચી ગયો હતો.જેના પગલે આ વિસ્તાર ના પાલિકા સભ્ય ધનજી ગોહિલ પણ અન્ય સાથે સભ્યો સાથે દોડી આવ્યા હતા અને સ્થળ પર જ પાલિકા ઇજનેર સાથે આ મુદ્દે ઉગ્ર ભાષા માં આ રીતે ડમ્પિંગ સાઈટ બનાવી દેવા સામે નારાજગી દર્શાવી તાત્કાલિક હટાવવા ની માંગ કરી આ મુદ્દે કોન્ટેક્ટર ને નોટિસ પાઠવવા પણ સૂચના આપી હતી.એક તરફ જિલ્લા કલેકટર તેમના ડ્રીમ પ્રોજેક્ટ લિવેબલ ભરુચ માટે પ્રયાસો કરી સફાઈ સહિત ની નવી નવી વ્યવસ્થા કરી રહ્યા છે તેમજ ગંદકી કરવા વાળાઓ સામે દંડનીય કાર્યવાહી માટે ની જાહેરાત ના બોર્ડ પણ પ્રદર્શિત કરી લોકો ને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ પાલિકા તંત્ર હજુ પણ સુધરવાનું નામ નહિ લઈ માત્ર કાગળ ના ઘોડા દોડાવી રહી છે.ત્યારે એક જવાબદાર તંત્ર તરીકે પાલિકા એ ખુદ તેના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટરો ને પણ સ સફાઈ અંગે જાગૃત કરી જરૂરી કડક કાર્યવાહી કરવા ની આવશ્યકતા છે..
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ