ડભોઇના યાત્રાધામ ચાંદોદમાં આનંદ ઉલ્લાસપૂર્વક રામનવમીની કરાઇ ઉજવણી
ડીજેના ભક્તિ સંગીતના તાલે શોભાયાત્રા અને બાઈક રેલી યોજાય
જય શ્રી રામ ના નાદઘોષ સાથે નીકળેલી રેલી આકર્ષણનું કેન્દ્ર બની
ડભોઇ શ્રી રામ નવમીના પાવન પર્વને અનુલક્ષી યાત્રાધામ ચાંદોદ ખાતે ડીજેના ભક્તિ સંગીતના તાલે શોભાયાત્રા અને બાઈક રેલી યોજવામા આવી હતી.
આજે ભગવાન શ્રીરામના જન્મોત્સવ રામનવમી પર્વની ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે પણ આનંદ ઉલ્લાસપૂર્વક રામનવમી ની ઉજવણી કરાઇ, ચાંદોદ તેમજ પંથકના રામ ભક્ત યુવાનો દ્વારા શ્રી હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતેથી પાલખીમાં ભગવાન શ્રીરામ ની છબી બિરાજમાન કરી ડીજેના ભક્તિ સંગીત ના તાલે શોભાયાત્રા અને બાઈક રેલી યોજવામા આવી હતી જય શ્રી રામ ના નાદઘોષ સાથે નીકળેલી રેલી નવા માંડવા તેમજ ચાંદોદ નગરના વિવિધ વિસ્તારમાં નીકળતા આકર્ષણનું કેન્દ્ર બની હતી કેસરી ધજાઓ લહેરાવી રેલીમાં જોડાયેલા નાના બાળકોથી તેમજ યુવાનો અને મોટેરાઓ માં ભગવાન શ્રીરામના જન્મોત્સવ ની ઉજવણીનો અનેરો જોમ-આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ