ડભોઇમાં હરિહર આશ્રમના મહારાજની ઉપસ્થિતિમાં ભવ્ય કઢાઈ શોભાયાત્રા
રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ
રામ પંચાયતનનું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ કરે છે ભક્તિભાવથી
ચૈત્ર સુદ નવમીના રોજ ડભોઇ રામ ટેકરી પાસે આવેલા રામજી મંદિરેથી રામનવમીના પ્રસંગે વડોદરા નવનાથ કાવડ યાત્રા ના પ્રણેતા ડભોઇ હરિહર આશ્રમના મહંત શ્રી વિજયજી મહારાજ ની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી
ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.
આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતનનું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે.ત્યારે આજે રામનવમી ના પ્રસંગે ડભોઇ રામ ટેકરી પાસે આવેલા રામજી મંદિર ખાતેથી નવનાથ કાવડ યાત્રાના પ્રણેતા હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજ ની ઉપસ્થિતિ માં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જે શોભાયાત્રા ડભોઇ નગર ના ટાવર વકીલ બંગલા હીરાભાગોળ કડીયાવાડ રબારીવગા થઈ કંસારા બજાર થી છીપવાડ થઈ રામ ટેકરી રામજી મંદિરે પહોંચી હતી.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ