Satya Tv News

Apr 1, 2023 #GUJRAT, #JAMBHUSAR

જંબુસરના સારોદ સહિતના ગામોમાં રામ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.

જંબુસરના સારોદ સહિતના ગામોમાં રામ જન્મોત્સવની કરાઈ ઉજવણી

વીએસપી તથા બજરંગ દળ દ્વારા રામોત્સવનું નવ દિવસ સુધી કરાયું ભવ્ય આયોજન

કાવા ભાગોળના રામકબીર મંદિરથી પ્રસ્થાન કરાવી હતી ભવ્ય શોભાયાત્રા

જંબુસર સારોદ સહિત પંથકમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભક્તિ ભાવપૂર્વક હર્ષોલાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી માં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.

YouTube player

જંબુસર શહેરમાં વીએસપી તથા બજરંગ દળ દ્વારા રામોત્સવનું ભવ્ય આયોજન નવ દિવસ સુધી કરાયું હતું. જેમાં વિવિધ ભજન મંડળ દ્વારા ભજન સંધ્યા યોજાય હતી. આજરોજ રામ જન્મ નિમિત્તે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પ્રભાતફેરી રામજી મંદિરથી નીકળી હતી, બાઈક રેલી પીસા ચેસ્વાર મહાદેવથી નીકળી,તથા ભવ્ય શોભાયાત્રા કાવા ભાગોળ રામકબીર મંદિર થી પ્રસ્થાન કરાવ્યું હતું. જે શહેરના રાજમાર્ગો પર ફરી પરત મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી.શોભાયાત્રા નું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું.તથા જંબુસરના રામજી મંદિર જ્યાં વર્ષોથી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . મંદિર ખાતે બપોરે મહા આરતી, ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો. તથા સારોદ હનુમાન મંદિરે બજરંગ યુવક મિત્ર મંડળ દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી સારોદવાંટા ગામ પાદરમા આવેલ મંદિર ખાતે વિધવાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂજા વિધિ યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રામભક્તોએ દર્શન પૂજન નો લાભ લીધો હતો. જંબુસર ખાતે યોજાયેલ શોભાયાત્રામાં વ્યાયામ શાળા, વક્રતુંડ પુનેરી ઢોલ તાસા, ડીજે, આદિવાસી નૃત્યકલા, નાના બાળકોની વેશભૂષા સહિત ટ્રેક્ટરો પણ સુંદર શણગારી હિંદુ સંસ્કૃતિ ના દર્શન કરાવ્યા હતા. આ પ્રંસગે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી, જંબુસર બીએપીએસ મંદિર સંતો જ્ઞાનવીર સ્વામી, ભાજપા અગ્રણીઓ હોદ્દેદારો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં રામભક્ત ભાઈ બહેનો જોડાયા હતા. શાંતિપૂર્ણ માહોલમાં રામ જન્મોત્સવ ની ઉજવણી થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: