Satya Tv News

ડેડીયાપાડાના સોરાપાડા વન વિભાગના ફોરેસ્ટરની ટીમે કૂતરાને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો

૪ દિવસથી કૂવામાં પેડેલા કૂતરાને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો

વન વિભાગની ટીમનાં અથાર્ગ પ્રયત્નો થકી કૂતરાને બહાર કાઢવામાં મળી સફળતા

ખૈડીપાડા રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા કૂતરાને બહાર કાઢવામાં આવ્યો

ડેડીયાપાડાના સોરાપાડા વન વિભાગના ફોરેસ્ટર અને ખૈડીપાડા રાઉન્ડ ફોરેસ્ટર અને તેમની ટીમે ૪ દિવસથી કૂવામાં પેડેલા કૂતરાને રેસ્ક્યું કરી બહાર કાઢ્યો હતો.

YouTube player

નર્મદા જિલ્લાના સોરાપાડા રેન્જ નાં ખૈડીપાડા રાઉન્ડ માં આવેલ બોરીપીઠા ગામની સીમમાં આવેલ એક પાણી વગર નાં સૂકા અને ખુલ્લા કૂવામાં છેલ્લા ૪ દિવસ થી પાલતુ પ્રાણી કૂતરો પડ્યો હતો, જેને કાઢવા માટે કોઈએ તસ્દી નોહતી લીધી, બાદમાં વન વિભાગ ને જાણ થતાં તાત્કાલિક ધોરણે સોરાપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી.આર.એસ.વસાવા નાં માર્ગદર્શન હેઠળ ખૈડીપાડા રાઉન્ડ ફોરેસ્ટર શ્રી.એસ.એ.પટેલ , એમ.આર.વસાવા,જી.એમ.વસાવા અને રોજમદાર હરિસિંગ વસાવા તેમજ દશરિયા વસાવા એ સ્થળ પર જઈ રેસક્યું કરી પાલતુ પ્રાણી કૂતરાને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને એક પાલતુ પ્રાણી કૂતરાનો જીવ બચાવી એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: