ડભોઇ નગરપાલિકાના તંત્ર દ્વારા કાંસ તોડી પાડતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ
પાણીની લાઈન લીકેજ હોવાથી રિપેર કરવા હેતુ ઉન્નડો ખાડો પાડ્યો
વરસાદી કાંસ પણ તોડી પાડવામાં આવી
વરસાદી કાંસ પુનઃ જોડાણ કરી આપે તેવી સ્થાનિકોની માંગ
ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારીનો ભોગ જનતા બની રહી છે 3 માસ પૂર્વેથી વઢવાણા જવાના માર્ગ ઉપર હીરાભાગોળ બહારની વરસાદી કાંસ નગરપાલિકા તંત્ર દ્વારા પાણીની લાઈન લીકેજ સમસ્યા દૂર કરવા તોડી પડાઈ છે એક તરફ વરસાદી કાંસ નવી બનાવતા નથી અને જે છે તેને તોડી પાણીના નિકાલ માટે સમસ્યા વધારી રહી છે.સ્થાનિકો માં પાણી નિકાલ ન થતા રોષ જોવા મળ્યો હતો.
ડભોઇ નગરપાલીકા અવાર નવાર નગરજનોને હાલાકીમાં મુકતું રહયું હોય જેને લઈ નગરજનોમાં રોષ જોવા મળતો રહ્યો છે તેવામાં ડભોઇ નગરપાલિકા નાં કર્મચારીઓ એક કામ કરવા મુસીબતોનો ટોપલો જનતા ના માથે થોપી દેતા હોય છે આવી જ રીતે ડભોઇ નગરના હીરાભાગોળ બહાર વઢવાણા રોડ ઉપર આવેલ ભાથુંજી નગર અને રાઘવ નગરની મધ્યમાં 3 માસ ઉપરાંતના સમયથી કરનેટ થી આવતી પીવાના પાણીની લાઈન જે લીકેજ હતી રિપેર કરવા હેતુ ઉન્નડો ખાડો કરવામાં આવ્યો સાથે વરસાદી કાંસ પણ તોડી પાડવામાં આવી છે જેને કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે જેથી કાંસમાં પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે 3 માસ થી હાલાકી ભોગવતા રહીશો અધિકારીઓને રજુઆત કરવા છતાં કોઈ ધ્યાન ન આપતું હોવાના આરોપ લાગી રહ્યા છે વધુમાં લીકેજ સમસ્યા દૂર કરવા મુખ્ય રોડની બાજુમાં ખોદેલ ઊંડા ખાડાને કારણે અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરે અને વરસાદી કાંસ પુનઃ જોડાણ કરી આપે તેવી સ્થાનિકોની માંગ છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ