Satya Tv News

તિલકવાડા નાદોદમાં 89 માં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

ધારાસભ્યની ઉપસ્થિતિમાં વધેલી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય ઉજવણી

ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું કર્યું આયોજન

નાંદોદ ધારાસભ્યના હસ્તે કેક કાપીને શાળાના સ્થાપના દિવસની કરાઈ ઉજવણી

તિલકવાડા તાલુકાના વધેલી પ્રાથમિક શાળા ખાતે નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં 89 માં વાર્ષિક મહત્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન શાળા તરફથી વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા

YouTube player

તિલકવાડા તાલુકાના વઘેલી પ્રાથમિક શાળાને 89 વર્ષ પૂર્ણ થતા આજ રોજ નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં 89 માં વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથેજ ધોરણ આઠના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ નું આયોજન પણ કરવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો સાથે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના હસ્તે કેક કાપીને શાળા ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે ઉપરાંત શાળા તરફથી વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિ સંદર્ભે મહાનુભવોના હસ્તે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા સાથે જ શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો ઉપર જોરદાર નૃત્ય રજૂ કરતા કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ કોઈ મંત્ર મુગ્ધ થયા હતા આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર દર્શના દેશમુખ / તાલુકા પંચાયત પ્રમુખ પારુલ તડવી / ઉપ-પ્રમુખ બિંદિયા રાય /તિલકવાડા મામલતદાર પ્રતીક સંઘાડા તથા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપરાંત વઘેલી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા

વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ તિલકવાડા નર્મદા

error: