ખુંખાર આતંકી યાસીન ભટકલે સુરત પર પરમાણુ હુમલો કરવાનું રચ્યું હતું ષડયંત્ર, NIAની ચાર્જશીટમાં મોટો ઘટસ્ફોટ થતાં સુરતમાં મચી હલચલ.
- આતંકી યાસીન મામલે NIA સેશન્સકોર્ટમાં ઘટસ્ફોટ
- યાસીન સુરતમાં કરવાનો હતો પરમાણુ હુમલો
- ભટકલ યુવાનોને આતંકવાદી જૂથમાં કરતો હતો સામેલ
આતંકી યાસીન ભટકલ સામે ચાર્જશીટ પરથી મોટા ઘટસ્ફોટ થયા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દિલ્હી કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં મોટા ખુલાસા થયા છે. આતંકી યાસીન ભટકલ સુરતમાં પરમાણુ હુમલો કરવાનો હતો. આ ઉપરાંત તેણે દિલ્હી અને અન્ય સ્થળોએ પણ પરમાણુ હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. યાસીન ભટકલ પાસેથી અનેક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. આ ઉપરાંત તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, અત્યાચારની વાતો કરી ભટકલ યુવાનોને આતંકવાદી જૂથમાં સામેલ કરતો હતો.
કોર્ટે વર્ષ 2012માં દેશની વિરુદ્ધ યુદ્ધ છેડવાનું ષડયંત્ર રચવા મામલે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના સહ-સ્થાપક યાસીન ભટકલ અને અન્યને પ્રથમ દ્રષ્ટીએ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે કહ્યું કે ભટકલ અને અન્ય આરોપીઓ વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થયું છે કે તેઓએ કથિત રીતે સુરતમાં પરમાણુ બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું હતું.