રાજપીપલા પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાવવામાં આવે છે. તેનુ ભારે દુખ
સોસીયલ મીડિયામાં પિતાની વેદનાને પુત્રી પ્રીતિ વસાવાએ આપી
નર્મદાના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે નિમ્ન કક્ષાના ઉકળી ઉઠ્યા શબ્દ પ્રયોગો
સરકાર અને ધારાસભ્યો સહિત સ્થાનિક આદિવાસીઓના સન્માન
રાજપીપલા આખા બોલા તરીકે જાણીતા સાંસદ મનસુખ વસાવા સતત રાજકીય ચર્ચામાં રહે છે. જોકે આદિવાસીઓના પ્રશ્નો માટે સતત લડતા રહેતા મનસુખ ઘણીવાર સરકાર સામે, ભાજપાના જ આગેવાનો અને કાર્યકરો તેમજ અધિકારીઓ સાથે લડતા રહેતા મનસુખના આક્રોશ માટે તેઓ સતત ચર્ચામાં રહ્યા છે.
હમણાં ડેડીયાપાડા ના આપ ના ધારાસભ્ય સાથે સતત ચાલી રહેલ સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે.ત્યારે નર્મદાના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગો કરતા મનસુખ ફરી એકવાર ઉકળી ઉઠ્યા હતાં. આ અંગે પાર્ટીમાંથી તેમને સહકાર ન મળતાં તેમણે પાર્ટી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. જેને એમની પુત્રી પ્રીતિ વસાવાએ સોસીયલ મીડિયામાં પિતાની વેદનાને વાચા આપી છે.
નર્મદા જિલ્લાની ધરતી પર આવી જે ધારાસભ્યો અને સંસદ સભ્યોને ચપરાસી કહ્યાં,નિમ્ન કક્ષાના શબ્દપ્રયોગ કર્યાં, સરકાર પર પ્રહાર કર્યો આનો જવાબ AAPના નેતાઓને આ ક્ષેત્રના ધારાસભ્યોએ તથા આગેવાનોએ આપવો જોઇતો હતો. પરંતુ કોઇએ હિંમત બતાવી નથી. મૈ તેની સામે અવાજ ઉઠાવ્યો.તેના માટે પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાવવામાં આવે છે. તેનુ ભારે દુખ છે.આ લડાઇ મારી અંગત નથી સરકાર અને ધારાસભ્યો સહિત સ્થાનિક આદિવાસીઓના સન્માન માટે હું લડં છું.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા