વાગરા UPL-12 કંપની વિવાદમાં ગેસ લાગતા સ્થાનિક લોકોમાં ફફડાટ
UPL કંપનીમાં રાત્રે જવાબદાર વ્યક્તિ ના હોવાથી લોકો ભરાયા રોસે
UPL-12 કંપનીના ગેટ પર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ચીમકી
પોલીસ તંત્ર અને સ્થાનિક લોકોનો કંપની પર હલ્લાબોલ
વાગરા દહેજ GIDCમાં આવેલ UPL -12 કંપનીમાં ગેસગળતરની આસપાસના ગ્રામજનોને થતી હોવાની રાવ ઉભી થવા પામી હતી. ગ્રામજનોને UPL-12 કંપનીમાંથી ગેસ લાગતા ગળામાં તેમજ આંખોમાં બળતરા થતા લોકોએ કંપની પર હોબાળો મચાવ્યો હતો.
વીઓ:
વાગરાદહેજ GIDCમાં આવેલ UPL-12 કંપની ફરીથી વિવાદમાં કંપનીનો ગેસ લાગતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગેસ લાગતા લોકોને ગળા માં તેમજ આંખોમાં બળતરા થતા હતા. આ અંગે સ્થાનિક સરપંચો દ્વારા UPL-12 કંપનીના અધિકારીઓને સંપર્ક કરતા કોઈ પ્રતિઉત્તર મળેલ નહિ. જેથી આજુબાજુ ગામના લોકો કંપનીના ગેટ પર ડોડી આવ્યા હતા. અને કંપનીના ગેટ પર હોબાળો મચાવતા પોલીસ તંત્ર દોડી આવ્યું હતુ.
ગેસ ગળતરની અસરને પગલે ગ્રામજનો દ્વારા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો UPL-12 કંપનીના ગેટ ઉપર ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશેની ચીમી ઉચ્ચારી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી વાગરા