ડભોઇ સ્ટેચ્યું માર્ગ પર મસ મોટો માટીની ઢગલી જોખમ રૂપ
નગરપાલિકાની ગંભીર બેદરકારીને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ
તંત્ર દ્વારા માટીનો ઢગલો દૂર કરવા કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી
ડભોઇ નગર પાસેથી પસાર થતા સ્ટેચ્યુ માર્ગ ઉપર છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી પાર્વતી નગર સોસાયટી પાસે માટીનો મસ મોટો ઢગલો જોવા મળે છે. જેને કારણે આ માર્ગ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી અવર જવર કરતા મુસાફરોમાં હાલ અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે .
ડભોઇ નગરપાલિકા અને માર્ગમકાન વિભાગની ગંભીર બેદરકારીને પગલે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી છે. વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભ ભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો માર્ગ ડભોઇ થઈ બાય પાસ જાય છે હજારો સહેલાણીઓ સ્ટેચ્યુની મુલાકાતે જતા હોય છે ત્યારે ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારીને પગલે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે આ માર્ગ ઉપર આવેલ પાર્વતી નગર પાસે ડ્રેનેજ ની પાઇપ રીપેર કરવા આશરે 3 માસ પૂર્વે પાલિકા દ્વારા ખોદ કામ કરાયું હતું જે ખાડો પૂરતા પુનઃ રોડ જેવો હતો તેવો કરવામાં આવ્યો ન હોવાની બુમો ઉઠી છે ત્યારે રોડની મધ્ય સુધી મસ મોટો માટીનો ઢગલો જોવા મળી રહ્યો છે જેને કારણે હાલ આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે રાત્રી સમયે આ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ પણ બંધ હોય છે ત્યારે આ ઢગલો મોટા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યો છે માર્ગ મકાન વિભાગ અને પાલિકાની ઘોર બેદરકારીને કારણે મોટો અકસ્માત સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે તંત્ર દ્વારા માટીનો ઢગલો દૂર કરવા કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ