ઝઘડિયા NMMSની પરીક્ષામાં ભાગ લીધો વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવી શાળાને ગૌરવ કારવ્યું પ્રદાન કરાવ્યું
ઝઘડિયા દિવાન ધનજી શાહ હાઈસ્કૂલની પરીક્ષામાં જવલંત સિદ્ધિ
NMMSની પરીક્ષા મેરીટમાં સ્થાન મેળવી શાળાને ગૌરવ કારવ્યું પ્રદાન
વિદ્યાર્થીને ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્યાસ માટે દર વર્ષે ૧૨,૦૦૦ રૂ મળશે શિષ્યવૃત્તિ
ઝઘડિયા ની દિવાન ધનજી શાહ હાઈસ્કૂલની NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષામાં જવલંત સિદ્ધિ
ઝઘડિયા ના નૂતન કેળવણી મંડળ સંચાલિત ધી દીવાન ધનજીશા હાઇસ્કુલના ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ ૮ અભ્યાસ કરતા કુલ ૨૮ વિદ્યાર્થીઓએ NMMS (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષામાં ભાગ લીધો હતો, જે પૈકી ૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉચ્ચ મેરીટ સાથે ઉતીર્ણ થયા છે. દરેક વિદ્યાર્થીને ધોરણ ૯ થી ૧૨ સુધી અભ્યાસ માટે દર વર્ષે ૧૨,૦૦૦ રૂપિયા જેટલી શિષ્યવૃત્તિ મળશે. દીવાન ધનજીશા હાઇસ્કુલ ના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ પ્રત્યેક વર્ષે NMMSની પરીક્ષામાં મોટી સંખ્યામાં મેરીટ માં સ્થાન મેળવી શાળાને ગૌરવ પ્રદાન કરાવતા રહ્યા છે. આ જવલંત સિદ્ધિ બદલ નૂતન કેળવણી મંડળના પ્રમુખ રણજીતસિંહ પરમાર તથા મંત્રી કિરીટ ગાંધીએ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય, શિક્ષકો તેમજ મેરીટ માં આવનાર વિદ્યાર્થીઓને બીરદાવી, આગામી વર્ષોમાં પણ વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ દેખાવ કરતા રહે અને શાળાની ખ્યાતિ સતત પ્રગતિશીલ રહે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા