Satya Tv News

પંચાંગ મુજબ, 6 એપ્રિલ 2023, ગુરુવાર ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે કારણ કે , આજે હનુમાન જયંતિ છે. ચાલો જાણીએ આજનું પંચાંગ અને શુભ મૂહૂર્ત

ઓમ હનુમતે નમઃ

ઓમ ઐં ભ્રીમ હનુમતે, શ્રી રામ દૂતયા નમઃ

ઓમ અંજનેય વિદ્મિહે વાયુપુત્રે ધીમહિ તન્નોઃ હનુમાનઃ પ્રચોદયાત્

ઓમ રામદૂતયા વિદ્મિહે કપિરાજયા ધીમહિ તન્નોઃ મારુતિઃ પ્રચોદયાત્

ઓમ અંજનીસુતાયા વિદ્મિહે મહાબાલયા ધીમહિ તન્નોઃ મારુતિઃ પ્રચોદયાત્

હનુમાન જંયતીના અવસરે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરની રોનક દર્શનિય છે. સવારથી અહીં ભક્તોની ભીડ જોવા મળી,. હનુમાન લલ્લાના જન્મઉત્સવે ભક્તો પુષ્પમાળા લઇને મંદિર પહોંચ્યા હતા અને પુષ્પ અર્પણ કરીને હનુમંતના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.  

આજે હનુમાન જંયતીના અવસરે હનુમાનજીના મંદિરોમાં વિશેષ પૂજા અર્ચન અને અભિષેકના કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. પ્રયાગરાજ હનુમાનજીના મંદિર આજે સવારથી ભક્તોની લાંબી કતારો જોવા મળી. મંદિરમાં હનુમંતના વિશેષ શૃંગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી

જે હનુમાન જન્મજંયતીના અવસરે સાળંગપુરમાં 55 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભોજનાલયનું લોકાપર્ણ કરવામાં આવશે.આ ભોજનશાળામાં એકસાથે 4 હજાર જેટલા લોકો એકસાથે જમી શકે તેવું આધુનિક ભોજનાલય તૈયાર કરવામા આવ્યું છે.ઈંધણ વગર આધુનિક પધ્ધતિથી ઓઈલ બેઈઝ પધ્ધતિથી અહીં રસોઇ બનશે.

આજે સવારે 10 વાગ્યે કરાશે  આ વિશાળ ભોજનાલયનું અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. હુનમાન જન્મ જયંતીના અવસરે મંદિર પરિસરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં  ષોડશોપચાર પૂજન, વાઘા શણગાર અને આરતી કરાશે. વિશેષ પૂજન આરતી બાદ કેક કાપી અને ભાવિકો દ્વારા મારા દાદાને મારી ચાલીસા અંતર્ગત આવેલ હજારો હનુમાન ચાલીસા અર્પણ કરી ભવ્ય ઉજવણી કરાશે.

હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. આ દિવસે સાળંગપુર હનુમાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતાં હોવાથી હનુમાન જયંતિને લઈ રૂટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 5 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી 6 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 24 કલાકનું ટ્રાફિક ડાયવર્ટનું જાહેરનામું  અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ અમદાવાદ, ધંધુકા, બરવાળા તરફથી ભાવનગર,વલભીપુર અને બોટાદ જવા માટે કેરિયા ઢાળ લાઠીદડ જ્યોતિગ્રામ સર્કલથી વાહન પસાર કરવાના રહેશે. બોટાદથી અમદાવાદ જવા માટે બોટાદ -રણપુર મિલેટરી રોડ ધંધુકા થઈ પસાર થવાનું રહેશે. જ્યારે બોટાદથી બરવાળા જવા માટે સેથળી -સમઢીયાળા-લાઠીદડ કેરિયા ઢાળ થઈ પસાર થવાનું રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા, બરવાળા તેમજ ભાવનગર, વલભીપુર તરફથી સાળંગપુર બોટાદ જતા વાહનો માટે બરવાળા ટી પોઇન્ટથી વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવશે. ગુદા ચોકડીથી ભરવાડ વાસના નાકા સુધીના મેઈન રોડ ઉપર સદંતર વાહન વ્યવહાર બંધ રહેશે, જ્યાંથી માત્રા ચાલીને જઈ શકાશે. ઇમરજન્સી સેવાઓને જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

error: