જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
- જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSને મોટી સફળતા
- ગુજરાત ATSએ વધુ 10 આરોપીની કરી ધરપકડ
- અગાઉ 15થી વધુ આરોપીની કરી હતી ધરપકડ
09 એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાય તે પહેલા ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત ATSએ વધુ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી.