Satya Tv News

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરતા લાખો વિદ્યાર્થીઓના સપના એક જ રાતમાં રોળાઈ ગયા હતા પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પરીક્ષા રદ કરી દેવામાં આવી કારણ કે પરીક્ષા પહેલા જ પરીક્ષાના પેપર ફરતા થઈ ગયા હતા એટલે કે એજન્ટો લાલચુ પરીક્ષાર્થીઓને પેપર વેચી ચૂક્યા હતા કોઈની પાસેથી 10 લાખ તો કોઈની પાસેથી ₹15 લાખના ચેક તમામના ઓરીજનલ ડોક્યુમેન્ટ મળ્યા બાદ તેમને પરીક્ષાના પેપર આપી દીધા હતા ગુજરાત સરકારની શાખમાં ડાઘ લગાડતું કામ પેપર લીક કરનારાએ કર્યું હતું જેમાં ખાસ કરીને ગુજરાતના દલાલો અને અન્ય રાજ્યના દલાલો ભેગા મળીને અંદાજે 100 થી વધુ લોકોને પેપર આપી દીધા હતા હાલ પોલીસના હાથે યુવતીઓ સહિત કુલ ૩૦ લોકો ઝડપાયા છે જે પરીક્ષા પહેલા જ તેમના હાથમાં પેપર આવી ગયા હતા. આ તમામેં દલાલોને કોરા ચેક આપીને અન્ય વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કર્યા હતા.હાલ તમામની સામે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં અનેક યુવાનો પોતાના મહેનત અને પરિશ્રમ બાદ સરકારી નોકરી મેળવવા માટે પ્રયાસો કરતા હતા બધાને એવું હતું કે હવે આવેલી પરીક્ષામાં તેમને તક મળશે અને તેઓ પોતાની મહેનત ના આધારે નિશ્ચિત જગ્યાએ નોકરી કરશે ઘણા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો ગુજરાતના જુનિયર ક્લાર્ક ની ભરતી માટે અલગ-અલગ સેન્ટર પર પહોંચી ગયા હતા પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક થઈ ગયા હોવાના સમાચાર આવ્યા લાખો લોકોના સપના રોડાઈ ગયા આ બધાની વચ્ચે પોલીસે અલગ અલગ જગ્યાએથી આરોપીની ધરપકડ કરે છે.

ગુજરાતી ટી.એસ.એ બરોડા ઓડીસા અને અમદાવાદના એજન્ટોની ધરપકડ કરી હતી અત્યાર સુધી આ સમગ્ર પેપર લીકાંડમાં કુલ 49 લોકોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ પેપર ખરીદનારા કોણ હતા તેની તપાસ એટીએસ દ્વારા આગળ વધી ત્યારે ખબર પડી કે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી લોકોએ 10 થી 15 લાખ રૂપિયામાં નક્કી કરીને ચેક આપ્યા હતા બાદમાં એજન્ડો ના સંપર્કમાં આવીને પેપર ખરીદ્યા હતા આ પેપર આપતા પહેલા પરીક્ષાર્થીઓ પાસેથી એજન્ટોએ ચેક લીધા હતા એટલું જ નહીં તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ એજન્ટોએ લઈ લીધા હતા ત્યારબાદ પેપર આપ્યા હતા પરંતુ તેઓ પરીક્ષા આપીને પાસ થાય તે પહેલા જ પેપર જ થયું નહીં એટલે કે પરીક્ષા જ થઈ નહીં અને લેભગુઓનો ભાંડો ફૂટી ગયો હતો.

ગુજરાતી ડીટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરી એ જણાવ્યું હતું કે આજે 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે લોકો એજન્ટો પાસેથી પેપર કરી દીધા હતા આ પરીક્ષા આપનાર લોકોમાં યુવતીઓ પણ હતી જેમણે પણ એજન્ટનો સંપર્ક કર્યો હતો આ તમામની સામે હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ સમગ્ર પ્રકરણમાં પૂછપરછ પણ કરવામાં આવી રહી છે .

error: