ભરૂચમાં રેલવે ફાટક ખુલ્લો રહી જતા સર્જાયો અકસ્માત
ગુડ્સ ટ્રેન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
ફાટકમેન નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ગ્રામજનોએ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કરી માંગણી
અકસ્માતના કારણે ટ્રક સાથે ટ્રેનના એન્જીનને પહોંચ્યું નુકસાન
ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ખુલ્લો રહી જતા ગુડ્સ ટ્રેન અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જયારે ફાટકમેન નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ જોવા મળ્યો હતો.
ભરૂચના દયાદરા નજીક રેલવે ફાટક ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર થતા દોડધામ મચી ગઈ હતી.ટ્રેન આવી રહી હતી તે સમયે રેલવે ફાટક ખુલ્લી કેમ હતી? તે આ ઘટના બાદ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો.મોડી રાતે બનેલી ઘટનામાં સદનશીબે કોઈ જાનહાની નોંધવા પામી નથી જોકે અકસ્માતના કારણે ટ્રક સાથે ટ્રેનના એન્જીનને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવના પગલે રેલવે પોલીસ, રેલવે ટેક્નિકલ અને એડમીન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાટકમેનનું ઘટના બાદ કહેવું છે કે ઉપરતી કચેરીથી ફાટક બંધ કરવા કોઈ સૂચના કે એલર્ટ આપવામાં આવી ન હતી અને ટ્રેન આવી પહોંચતા ઘટના બની હતી.
વિડીયો જાર્તનાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરુચ